ખંભાળિયામાં ભાજપના કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના શહેર યુવા મોરચા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પાલિકા સંચાલિત સ્મશાન ગૃહ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના વડપણ હેઠળ સ્થાનિક હોદ્દેદારો તથા કાર્યકરોએ શ્રમદાન કર્યું હતું. આ ઉપરાંત સ્મશાન ગૃહમાં નવનિર્મિત લાકડા સંગ્રહ વિભાગનું પણ નિરીક્ષણ કરી, અહીં પણ જરૂરી સાફ-સફાઈ કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે સ્વચ્છતા અને સફાઈના ચુસ્ત આગ્રહી છે, તેમના પગલે ચાલવાના નિર્ધાર સાથે અહીંના ભાજપના કાર્યકરો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં કાર્યલય મંત્રી હિતેન્દ્રભાઈ આચાર્ય, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, મિડિયા સેલના સહ કન્વીનર જયસુખભાઈ મોદી, અશોકભાઈ કાનાણી, હસમુખભાઈ ધોળકીયા, નિકુંજભાઈ વ્યાસ, પાલિકા સદસ્યો હરેશભાઈ ભટ્ટ, અજુભાઈ ગાગીયા, રાણાભાઈ ગઢવી, કિશોરભાઇ નકુમ, યુવા કાર્યકર્તા હાર્દીકભાઈ દતાણી, રાજ પાબારી, કિશન ગોહેલ સહિતના યુવા મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!