Thursday, September 28

ખંભાળિયા નજીક ડમ્પર અકસ્માતમાં બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા

0

ખંભાળિયા – દ્વારકા હાઈવે પર અત્રે આશરે ૧૮ કિલોમીટર દૂર હંજીયાખડી ગામથી આગળ આજરોજ સવારે આશરે સાડા સાતેક વાગ્યાના સમયે એક ડમ્પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ ઇમરજન્સી ૧૦૮ ને કરવામાં આવતા ૧૦૮ નો સ્ટાફ તાકીદે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ અકસ્માતમાં ઘવાયેલા બે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

error: Content is protected !!