ઓખા નજીકના દરિયામાં સિંગાપુરથી આવેલ શિપમાં કામ કરી રહેલા અધિકારી સાથે દુર્ઘટના સર્જાતા મધદરિયે સારવારની જરૂર પડી હતી. આથી ઓખા બોટ એમ્બ્યુલન્સને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેથી ઓખામાં ફરજ ઉપર રહેલલી બોટ એમ્બ્યુલન્સ ૧૦૮ની ટીમ દરિયામાં ૧૨ માઈલનું અંતર કાપી તત્કાલ સારવાર માટે દોડી ગઈ. પગમાં ફ્રેકચરની ઈજાઓ પામેલા અધિકારીને ઓખા બોટ એમ્બ્યુલન્સ ૧૦૮ના ઈ.એમ.ટી. કેતનભાઈ બકોત્રા દ્વારા સમયસર સારવાર આપી, કામગીરી કરવામાં આવી હતી. બાદમાં જરૂરી સારવાર પછી સમયસર મીઠાપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કરવામાં આવેલી આ ઉત્તમ કામગીરીનો વધુ એક કિસ્સાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.