ઉનાના લેખક એવમ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે – એસ.એસ.ડી. આર્ટસ, કોમર્સ અને બી. એડ.કોલેજ – ગુરૂકુલનાના નિયામક નરેન્દ્રભાઈ ગોસ્વામીના પાંચમાં પુસ્તકનું વિમોચન તુલસીશ્યામના ટેકરીઓ મઢેલા નેસડાઓમાં ગીર પંથકના ગામો અને નગરોના સૌના સન્માનનીય વિધાગુરૂ, ચિન્તક, લેખક અને કેળવણીકાર દેવુભાઇ પુરોહિતના હસ્તે સૌ માલધારીઓ વચ્ચે પ્રકૃતિના ખોળે થયું હતું. વિશિષ્ટતા તો એ હતી કે , નવલકથાનું એક પાત્ર – નેસની મોના જ…. માથે તાંબાના થાળમાં ફૂલો વચ્ચે પુસ્તક મૂકી ટેકરીઓ ઊતરી વિમોચન સ્થળે આવી હતી. વંદના કરી, પુસ્તકને દેવુભાઇના કરકમળમાં મૂકયું હતું. કથા જ ટેકરીઓ ઊતરતી ડો. વિશાખાની હતી ! માલધારીઓના પરિવેશ સમા જંગલની હતી. સમગ્ર વ્યવસ્થાપન ઊનાના કવિ-લેખક, અધ્યાપક ડી.કે. વાજાએ કર્યુ હતું સાથે ઉનાના ભૂતપૂર્વ કે.ની. જે.એમ. સોલંકી હતા.