ઉનાના આગર્ણ ભવ્ય ધ્વાજી આરોહણ પર્વ

0

ઉના શહેરમાં શ્રી કિર્તીકુમાર વલ્લભદાસ છગ પરિવાર દ્વારા આયોજિત શ્રીનાથજી ધ્વજાજી આરોહણ પ્રસંગે નીકળેલી શોભાયાત્રામાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ જાેડાયા હતા અને દિવ્ય પ્રસંગે આનંદ ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. ભવ્ય શોભા યાત્રા કિર્તીભાઈ છગના નિવાસ સ્થાનેથી નીકળી અને માધવબાગ વાડી ખાતે થઈ રૂદ્રાક્ષ પાર્ટી પ્લારેટ થઈ અને રૂદ્રાક્ષ સિનેમા થઈ અને નગરપાલિકાની નવી લાયબેરી ખાતે પૂર્ણ થયેલ હતી. જ્યાં શ્રીનાથજીની ધજાજીનું મંગલ પધરામણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ઉના શહેર તાલુકાના હજારો વૈષ્ણવો જાેડાયા હતા. આ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાને નિહાળવા માટે શહેરીજનો ઉમટી પડ્યા હતા.

error: Content is protected !!