દ્વારકધીશ જગત મંદિરના શિખર ઉપર ઇલેક્ટ્રીક ઉપકરણથી ધ્વજાજી ચડે તો ધ્વજાજીનું મહત્વ ઘટી જશે

0

વર્ષોથી દ્વારકાધીશ જગતમંદિરના શિખર ઉપર ધ્વજાજી ચડાવતા ત્રિવેદી પરીવારના અબોટી બ્રામણોનો હક છીનવાઇ જશે

જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના શિખર ઉપર છેલ્લા બે દાયકામાં દ્વારકાધીશજીની ધ્વજાજી ચડાવવાનું મનોરથીઓ દ્વારા દિવસે અને દિવસે મહત્વ વધુ જતું રહ્યુ છે. વર્ષોથી દ્વારકામાં રહેતા ત્રિવેદી પરીવારના અબોટી બ્રામણો દ્વારા જગત મંદિરના સાત મંજલા ઉપર સિડી ચડી શિખર ઉપર ધ્વજાઆરોહર કરવા જતા હોય છે. ત્યારે દ્વારકા જીલ્લામાં નવનિયુત કલેકટર અને દેવસ્થાન સમિતીના અધ્યક્ષ એવા અશોક શર્માએ દ્વારકા જગત મંદિરની મુલાકાત લિધી ત્યારે તેઓએ જગત મંદિરના શિખર ઉપર ઇલેક્ટ્રીક ઉપકરણથી ધવજાજી ચડાવવાની વિચારણાની ચર્ચાઓ કરી હતી. ત્યારે ત્રિવેદી પરીવારના અબોટી બ્રામણોનોને ધ્યાન આવતા રોષ વ્યાપ્યો છે. ઇલેક્ટ્રીક ઉપકરણથી ધ્વજાજી ચડાવાઇ તો જગત મંદિર ઉપર ધ્વજાજી ચડાવવાનું મહત્વ ધટી જશે તેવું બુધ્ધીજીવીઓ જણાવી રહ્યા છે. આજના દ્વારકાના અબોટી યુવાનો બાપદાદાનો ચિલ્લો અને હક સંભાળી રહ્યા છે. વર્ષોથી સિડીએથી ચડી શિખર ઉપર ધ્વજાજી ચડાવતા અબોટી બ્રામણોનો હક છિનવાઇ ન જાય તે માટે અબોટી બ્રામણો તંત્ર સામે લડવા મજબુર બનશે તે જાણવા મળી રહ્યું છે. જાે દ્વારકાધીશ જગત મંદિર ઉપર ઇલેક્ટ્રીક ઉપકરણથી ધ્વજાજી ચડાવવાનું આયોજન થશે તો ધ્વજાજીનો મહિમાં ઘટશે અને વિવાદ ચરમ સિમાએ પહોંચે તે નકારી શકાય.

error: Content is protected !!