વેરાવળમાં ઓઈલ-ગ્રીસના ડેલામાં આગ લાગતા રૂા.રપ લાખનું નુકશાન

0

વેરાવળના તાલાલા રોડ ઉપર આવેલ ઓઇલ-ગ્રીસના ડેલામાં અચાનક આગ લાગેલ હતી. આ આગને કાબુમાં લેવા ફાયર ફાયટરની ટીમે આશરે ત્રણેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધેલ હતી. આ આગ લાગવાથી વેપારીને આશરે રૂા.૨૫ લાખનું નુકશાન થયેલ હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાલાલા રોડ ઉપર ઓઇલ-ગ્રીસનો વેપાર કરતા સમીરભાઇ સોરઠીયા ના ટ્રેડ લીંક કોર્પોરેશન નામના ડેલામાં તા.૫ ના બપોરેના બાર વાગ્યા આસપાસ અચાનક આગ લાગેલ હતી અને ધુવાડાના ગોટે ગોટા જાેવા મળતા તાત્કાલીક સમીરભાઇ દ્વારા નગરપાલિકા સંચાલીત ફાયર બીગ્રેડને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ કરેલ જેમાં ત્રણેક કલાક સુધી પાણીનો છટકાવ કરતા આગ કાબુમાં આવેલ હતી. આ આગના બનાવથી લોકોના ટોળા એકઠા થઇ જતા નજીકમાં આવેલ ભાલકા પોલીસ ચોકીના સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયેલ હતા. આ આગના બનાવમાં કોઇ જાન હાની થયેલ ન હતી પરંતુ વેપારીને આશરે રૂા.૨૫ લાખનું નુકશાન થયેલ હોવાનું જણાવેલ છે.

error: Content is protected !!