માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે પ્રેમ સંબંધના પરિણામે હુમલાનો બનાવ બનવા પામતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ગોવિંદભાઈ ઉર્ફે રઘાભાઈ અરજણભાઈ કરગઠીયા(ઉ.વ.૩૮)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, પારસ મુકેશ ચુડાસમા, નયદીપ કારા કોળી, રમેશ દેવા ચુડાસમા, પારસ મુકેશ ચુડાસમાનો નાનો ભાઈ રહે.બધા ચીંગળીયા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીની ભાણેજ તથા આરોપી નં-૧ને પ્રેમ સંબંધ હોય જેથી ફરિય્દી આરોપી નં-૧ને વારંવાર સમજાવતા તેમજ રોકતા હોય અને આ બાબતે અગાઉ પણ માથાકુટ થયેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી તમામ આરોપીઓ તલવાર તથા લોખંડના પાઈપ જેવા તીક્ષ્ણ હથીયારો સાથે ચંદવાણા ગામે ફરિયાદીના ઘરે આવી ફરિયાદીનો બંધ દરવાજાે તોડી ફરિયાદીના ઘરમાં અપગૃહ પ્રવેશ કરી ફરિયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી આરોપી નં-૧એ તલવાર વતી ફરિયાદીને વાંસાના ભાગે ઈજા કરી તથા આરોપી નં-રએ તલવારથી ફરિયાદીના બંને પગમાં ગોઠણથી નીચેના ભાગમાં ચાર પાંચ ઘા મારી તથા ફરિયાદીના જમણી આંખ તથા કાન વચ્ચેના ભાગે ઘા મારી તથા આરોપી નં-૩નાઓએ ફરિયાદીના જમણા હાથના બાવળામાં લોખંડના પાઈપ વડે ત્રણ ચાર ઘા મારી તથા આરોપી નં-૪એ ફરિયાદીને તલવારથી જમણા હાથના બગલમાં તથા બાવળામાં ઘા મારી ફરિયાદીને હથીયાર વડે તથા ઢીકાપાટુનો માર મારી ફરિયાદીના શરીરે લોહી કાઢી ડાબા પગમાં ફ્રેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓએ ગુનો કરવામાં તમામ આરોપીઓએ એક બીજાને મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિત કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે અને આ બનાવ અંગે શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.વી. ચુડાસમા ચલાવી રહ્યા છે.