જાયન્ટસ ગ્રુપ માંગરોળના હોદેદારોની થયેલ વરણી

0

જાયન્ટસ ગ્રુપ માંગરોળના હોદેદારોની વરણી કરવા માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હોદેદારો વરાયા છે. જેમાં પ્રેસીડેન્ટ તરીકે દિલીપભાઈ ટિલવાની, ઉપપ્રમુખ છગનભાઇ પરમાર, અરવિંભાઈ ખેર, ડીએ પંકજભાઈ રાજપરા, ડીએફ નિલેશભાઈ રાજપરા, સોશિયલ મીડિયા વિનુભાઇ મેસવાનીયા તથા કારોબારીની વરણી કરવામાં આવી હતી. આ મીટીંગમાં ગુણવંતભાઈ સુખાનંદી, દિલીપભાઈ ટીલવાની, કિશનભાઇ પરમાર, છગનભાઇ પરમાર, પંકજભાઈ રાજપરા, લીનેશભાઈ સોમૈયા, વિનુભાઇ મેસવાનિયા, અરવિંદભાઈ ખેર ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે માંગરોળ ગ્રુપ દ્વારા ચક્ષુદાનની પ્રવૃત્તિ માટે ફેડરેશનનો એવોર્ડ મળ્યો છે જે માટે સેવા આપનાર પંકજભાઈ રાજપરાને અભીનંદન પાઠવવામાં આવ્યા હતા. ગત વર્ષે કુલ ૧૧ ચક્ષુદાન મળેલ જે સમગ્ર ફેડરેશનમાં સૌથી વધુ હતા.

error: Content is protected !!