Thursday, September 28

દ્વારકાધીશજીના ભોગ ભંડારને જીર્ણોધાર કરવા પુરાતત્વ ખાતુ મંજુરી આપે તે જરૂરી

0

ભોગ ભંડારની દિવસેને દિવસે હાલત જર્જરીત થતી જય છે : યાત્રાધામોના વિકાસ કરતી સરકારે નોંધ લેવી જરૂરી

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના ભોગ ભંડારની હાલત છેલ્લા ઘણા સમયથી જર્જરીત જાેવા મળી રહી છે. દ્વારકાધીશજીને દિવસ દરમ્યાન અગિયાર જેટલા ભોગ ધરાવવાય છે. તેમજ છપ્પનભોગ, અન્કોટ મનોરથ, કુંડલાભોગ કુડવારા મનોરથ જેવા વિવિધ પ્રકારના ભોગ પ્રસાદો ભોગ ભંડારમાં બનાવામાં આવે છે અને અંદાજીત ૧૦૦ થી ૧૨૦ પુજારી પરિવારની મહિલાઓ તેમજ વૈષ્ણવ લોકો ભોગ ભંડારના ઠાકોરજીના ભોગ પ્રસાદ બનાવતા હોય છે. તે ભોગ ભંડારના રૂમો અંદાજીત છેલ્લા ડોઠ બે વર્ષથી જર્જરીત હાલમાં હોવાથી ત્યા પ્રસાદ બનાવતા વ્યતિઓ માટે ભોગભંડાર જાેખમી બન્યુ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જે ભોગ ભંગારમાં ચાર દિવસ પહેલા છતમાંથી મોટો પથ્થર નીચે પડતા સદનસીબે કોઈને ઇજા થવા પામી ન હતી. જાે તાત્કાલીક ભોગ ભંડારમાં નવુ બાંધકામ કરવામા નહી આવે તો જર્જરીત ભોગ ભંડારમાં મોટી દુરઘટના ઘટશે તો જવાબદારી કોની ? અગાવ દ્વારકાધીશના દર્શનાથે આવેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ પુજારી પરિવારે ભોગભંડાર જર્જરીત હોવાની રજુઆત કરી હતી. તે પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દર્શનાથે આવેલ ત્યારે પણ પુજારી પરીવારે રજુઆત કરી હતી. ત્યારબાદ આજદિન સુધી ભોગભંડાર પુનઃનિર્માણ અંગે ર્નિણય લેવાયો નથી. વધુમાં જાણવા મળ્યા મુજબ પુરાતત્વ વિભાગને ભોગ ભંડારને રિનોવેટ કરવા અનેક વખત રજુઆતો કરી મંજુરી માંગી છે પણ આજદિન સુધી કોઇ ર્નિણય આવ્યો નથી. ઉલ્લેખીન છે કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર યાત્રાધામોના વિકાસો કરી રહી છે. પરંતું દ્વારકાધીશજીનો ભોગ બને છે તે ભોગ ભંડાર જર્જરીત હોવાની રજુઆત સરકારમાં કરી હોવા છતા ભોગ ભંડારનો વિકાસમાં કેમ યોગ્ય કરવામાં નથી આવતું તે આશ્ચર્યની વાત કહી શકાય.
અનેક વખત બાંધકામની રજુઆત કરાઈ
આરકોલોજી વિભાગ પાસે એકથી વધુ વખત નવા બાંધકામ માટે મંજુરી માગેલ પરંતું તેઓ રિપેરીંગની મંજુરી આપે છે પરંતુ રીપેરીંગ થાય તેવી સ્થિતિ નથી અને નવા બાંધકામ માટે એકથી વધુ વખત લેખીત મંજુરી માગેલ તો આર્કોલોજી વિભાગ દેતુ નથી.
જગત મંદિર આસપાસના વિસ્તારોમાં થયેલ બાંધકામોને મંજુરી કોને આપી ?
દ્વારકાધીશ જગત મંદિર આસપાસ વિસ્તાઓમાં બાંધકામ કરવુ હોય તો આર્કોલોજી ડીપાર્મેન્ટની મંજુરી લેવી પડતી હોય છે. છેલ્લા ઘણા સમયમાં જગત મંદિર આસપાસ વિસ્તારોમાં હોટલ, બિલ્ડીંગો, ફ્લેટ, રેસ્ટોરન્ટ સહિતના પાયાથી બાંધકામો થયેલ છે તેઓને મંજુરી કેવી રીતે મળી ? અને આ બાંધકામો માટે જવાબદાર કોણ ? તેવી ચર્ચાઓ ભક્તોમાં થઈ રહી છે.

error: Content is protected !!