જૂનાગઢમાં ફાસ્ટ ફુડની દુકાનમાં વેપારી ઉપર હુમલો

0

જૂનાગઢ શહેરમાં ગત રાતે ઝાંઝરડા ચોકડી ઉપર ફાસ્ટ ફુડની એક દુકાને ત્રણ શખ્સોએ વેપારી સાથે માથાકુટ કરી છરી વડે હુમલો કરીને ઈજા કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર બીગ બાઈટ નામે કાફે ચલાવતા સમીરભાઈ લેટગીસરધરલાલ શાહ ગત રાતે પોતાની દુકાને હતા ત્યારે રાતે ૯ વાગ્યે રફીકભાઈ અને તેની સાથે બે અજાણ્યા શખ્સોએ આવીને ત્રણ પીઝાનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ દુકાનમાં એક જ પીઝા હોવાથી રફીક અને તેની સાથેના બંને ઈસમો ગાળો ગાળી કરીને ઝગડો કરવા લાગ્યા અને નેફામાંથી છરી કાઢીને વેપારી સમીરને ડાબા હાથ ઉપર અને કાંડામાં ઝીંકી દેતા લોકો એકત્ર થયા હતા અને સચીનભાઈને બચાવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા હતા. આ અંગે તેઓએ ત્રણેય ઈસમો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!