જૂનાગઢના જાેશીપરમાં રહેતા માતા-દીકરી ગઈકાલે રાતે જેતપુર મરચું દળાવીને એકસેસ સ્કુટર ઉપર પરત જૂનાગઢ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં સાબલપુર ચોકડી પાસે એક ટ્રક ચાલકે માતા-પુત્રીને હડફેટે લઈને પછાડી દેતા માતાની નજર સામે યુવાન અને આશાસ્પદ દીકરીનું મોત થયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. જૂનાગઢમાં જાેશીપરા વિસ્તારમાં પુનીતનગરમાં રહેતા ભાનુબેન કિશોરભાઈ રાઠોડ ગઈકાલે બપોરે ચાર કલાકે તેની દીકરી અંજલી સાથે જૂનાગઢથી જેતપુર ગયા હતા અને ત્યાં મરચાની ખરીદી કરીને દળાવી પરત રાતે ૮ કલાકે જેતપુરથી જૂનાગઢ પોતાના એકસેસ સ્કુટર ઉપર પરત ફરી રહ્યા હતા ત્યારે સાબલપુર ચોકડી પાસે અચાનક પાછળથી આવી ચડેલા આઈસર ટ્રક નંબર જીજે-૧૧-યુ-૯૯૪૬ના ચાલકે માતા-દીકરીના સ્કુટરને ઓવરટેક કરીને એકાએક કાવો મારતા સ્કુટર ઉપરથી માતા-દીકરી ફંગોળાઈ પડી ગયા હતા. બંનેને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે ૧૦૮માં જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ગંભીર ઈજા થવાથી અંજલીનું મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે ભાનુમતીબેને તાલુક પોલીસમાં આઈસર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મૃતક યુવતી અંજલી ખાનગી કોલેજમાં નર્સ્િંાગનો અભ્યાસ કરતી હતી.