Thursday, September 28

ખંભાળિયામાં યોગ કેન્દ્ર ખાતે ભાજપની ખાસ બેઠક યોજાઈ

0

ખંભાળિયામાં નગરપાલિકા સંચાલિત યોગ કેન્દ્ર ખાતે ગઈકાલે મંગળવારે સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પરિવારની ખાસ બેઠક યોજવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી આ બેઠકમાં સામાજિક સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. જેમાં આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન ઉપરાંત મતદાર યાદી સુધારણા, સરલ એપ ડાઉનલોડ કરવા, આગામી તારીખ ૧૪ એપ્રિલના રોજ સમરસતા દિન તથા બાબા સાહેબની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી તેમજ આગામી તારીખ ૩૦ એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીના ૧૦૦ માં “મન કી બાત” નો કાર્યક્રમ જિલ્લાના તમામ ૬૫૨ બુથમાં એક સાથે અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન તથા સલાહ-સૂચન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંગઠનની કામગીરીમાં તમામ કાર્યકરો જાેડાય તે માટે પણ અપીલ કરવામાં આવી હતી. આ મહત્વની બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, નિમિષાબેન નકુમ, કાર્યાલય મંત્રી હિતેન્દ્રભાઈ આચાર્ય સહિતના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!