ખંભાળિયામાં છેતરપિંડી કેસનો દસ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો : એલસીબી પોલીસની કાર્યવાહી

0

ખંભાળિયા પંથકમાં રહેતા એક આસામીનું મોટરસાયકલ ચા લેવાનું કહીને લઈ ગયા બાદ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સોલારપુર ગામે રહેતા શરદ દશરથભાઈ પંચાલ નામનો ૨૮ વર્ષનો શખ્સ નાસી છૂટ્યો હતો. જે સંદર્ભે વર્ષ ૨૦૧૩માં ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એ.એસ.આઈ. અરજણભાઈ મારૂ તથા અજીતભાઈ બારોટને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. વધુ તપાસ અર્થે તેનો કબજાે ખંભાળિયા પોલીસને કબજાે સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર અને બી.એમ. દેવમુરારી તેમજ અરજણભાઈ મારૂ, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ગોવિંદભાઈ કરમુર, અરજણભાઈ આંબલીયા, વિશ્વદિપસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!