માળીયા હાટીનાનો ભારતીય સેનાનો જવાન મેહુલ જાેષીએ(આઈએએસ-આઈપીએસ) કક્ષાની એસએસબી ‘લેફટનન્ટ ઓફીસર’ પરીક્ષા પાસ કરી

0

માળીયા હાટીના તાલુકા બ્રહમ સમાજ અને તાલુકાના અગ્રણી હકુભાઈ જાેષીના પુત્ર મેહુલ જાેષી ભારતીય સેનામાં છેલ્લા બાર વર્ષથી ટેકનીકલ આઈએફએનના હોદા ઉપર રાષ્ટ્રની સેવા આપી રહ્યા છે અને હાલ દિલ્હી આર્મી હેડકવાટર ખાતે ફરજ ઉપર છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડની ધરતી એટલે સંતો અને શુરવીરોની પવિત્ર ધરા ઉપર રાષ્ટ્રની સુરક્ષા કાજે અનેક યુવાનોએ પોતાની ખુમારી અને વીરતાનું ઉમદા પ્રદર્શન કરી આપણા ગુજરાત સૌરાષ્ટ્રની ધરતીને ગૌરવાન્વીત કરેલ જેનો ઈતીહાસ શાક્ષી છે. એવા માળીયા હાટીના ગામમાં જન્મથી માતા-પિતાએ બાળવયથી જ તેમનામા ઉતારેલા રાષ્ટ્રસેવાના સંસ્કારથી હિન્દુ સનાતન ધર્મની રક્ષા અને ધરતીમાતાની સુરક્ષાનું પ્રથમથી જનન સાથે જન્મ લેનારા મેહુલ જાેષીએ પોતાના ચાલુ અભ્યાસ દરમ્યાન જ ભારતીય થલસેના માં રાષ્ટ્રસેવા કાજે નોકરી કરવાનું પસંદ કરેલ સ્વભાવથી સૌમ્ય એવા મેહુલએ ચાલુ સર્વિસ દરમ્યાન પણ ભારતીય સેનામા રહી ડ્રોન બનાવવા મીસાઈલ બનાવવા અંગેની પોતાની કાર્ય કુશળતાથી આ ક્ષેત્રમા ગર્વ અનુભવી શકાય એવી સિધ્ધી રાષ્ટ્ર સેનાને સમર્પીત કરી છે અને સેના તરફથી તેઓની પ્રસંશનીય સેવા બદલ સન્માનીત કરવામાં આવેલ. સેનામાં બારવર્ષની સળંગ કારકીર્દીમાં તાજેતરમાં ભારત સરકાર દ્વારા બેંગલોર ખાતે લેવામાં આવેલ સેનાના જલ, થલ અને આકાશની ત્રણેય પાંખને લગતી યુપીએસસી દ્વારા યોજાતી આઈએએસ-આઈપીએસ સમકક્ષ વિશ્વ પ્રસિધ્ધ એસએસબી પરીક્ષામાં મેહુલ જાેષીએ પોતાના લક્ષ્યને સિધ્ધ કરવા હેતુ કરેલ દિવસ રાતના અથાગ પરિશ્રમ અંતે ઝળહળતી ઐતીહાસીક સફળતા હાંસલ કરી ભારતીય થલ સેના માં “લેફટનન્ટ ઓફીસર” રેન્કમાં નિમણુંક પામતા સમસ્ત બ્રહમ સમાજનું ગૌરવાન્વીત કરેલ છે.

error: Content is protected !!