વંથલી પંથકમાંથી ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમતા ઝડપાયા : ત્રણ સામે કાર્યવાહી

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે ધંધુસર ગામના નાદરખી ગામની સીમ વિસ્તારમાંથી ક્રિકેટ મેચ ઉપર હારજીતના જુગારને ઝડપી લઈ ત્રણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ દાનાભાઈએ જાતે ફરિયાદી બની અને ભુપત રણમલભાઈ કોડવાળા મેર(ઉ.વ.૩૯) રહે.ઝાંઝરડા રોડ, હાજર નહી મળેલ ઈમરાન પઠાણ રહે.કેશોદ તેમજ હાજર નહી મળેલ જયેશ રહે.કેશોદ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી નં-૧એ જાહેરમાં ગેરકાયદેસર રીતે ટાટા આઈપીએલ ર૦ર૩ની દિલ્હી કેપીટલ અને મુંબઈ ઈન્ડીયન્સની ટીમો વચ્ચે ચાલતી ટી-ર૦ ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનના માધ્યમથી ક્રિકેટ મેચમાં હારજીતના ક્રિકેટ સટ્ટા બેટીંગના સદાઓ કરી નાણાની હારજીત કરી પાછળથી હવાલા દ્વારા નાણાની આપ લે કરી ચીઠી, બોલપેન, મોબાઈલ ફોન-૧, મોટરસાઈકલ, રોકડા રૂા.૧૬,ર૦૦ કુલ મળી રૂા.પ૧,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે જયારે ઈમરાન અને જયેશ હાજર નહી મળી આવતા ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલીના પીએસઆઈ વાય.બી. રાણા ચલાવી રહ્યા છે.
કણજાધાર નજીક જુગાર દરોડો
વંથલી પોલીસે કણજાધાર નજીક જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂા.૩૧,૬૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

બીલખામાં કેફી પીણું પીધેલ શખ્સને ઝડપી લેતી પોલીસ
ગત તારીખ ૧૦-૪-૨૩ના કલાક ૧૫ઃ૧૫ વાગે બીલખા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિકકુમાર દુર્ગાશંકર પંડ્યા તથા પો.કો. ધર્મેશભાઈ રામભાઈ બાબરીયા સાથે બીલખા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન પીએસઓ બાપુનગર તરફથી ફોન આવેલ કે સિતાર હાજીભાઈ માલવયા નામનો ઈસમ દારૂ પીને તોફાન કરે છે જેવી હકીકત મળતા બિલખા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તથા પો.કો ધર્મેશભાઈ રામભાઈ બાબરીયાનાઓ સાથે બનાવવાની જગ્યાએ નાની આંબલી શેરી બિલખા ખાતે તપાસ કરતા સિતારભાઈ હાજીભાઈ માલવિયા નાનો પોતાના મો.સા. ઉપર દારૂ પી ચલાવી આવતો હોય તેને પકડી લીધે અને બીલખા પોલીસ સ્ટેશન ખાતે એમ.વી. એક્ટ કલમ ૧૮૫ તથા પ્રોહિબિશન એકટ કલમ ૬૬ વન બી મુજબ કાયદેસરની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા એ કરી છે અને તપાસ આગળની કાર્યવાહી ચાલુ છે.

error: Content is protected !!