જૂનાગઢ મનપામાં વિરોધ પક્ષના નેતાની નિમણુંકના પ્રશ્ને રાજકારણ ગરમાયું

0

વિપક્ષનો અવાજ દબાવવા અને ઓફીસ બંધ કરવાની સાજીસ હોવાનું જણાવતા વિરોધ પક્ષના નેતા અદ્રેમાન પંજા

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિરોધ પક્ષના નેતાની નિમણુંક માટે હિલચાલ શરૂ કરવામાં આવતા ફરી એકવાર કોર્પોરેશનનું વાતાવરણ ગરમાયું છે. ભાજપ શાસીત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાની નિમણુંકને લઈ ભારે ગરમાવો આવ્યો છે અને તા.૧૯ એપ્રિલના મનપાએ વિરોધ પક્ષના નેતાની નિમણુંક અંગે નિર્ણય લેવા માટે ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. જેમાં એક જ મુદ્દાનો એજન્ડા કાઢવામાં આવ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસના ૩ અને એનસીપીના ૩ નગરસેવકો ચુંટાયા છે. બંને પક્ષ દ્વારા દોઢ વર્ષ અગાઉ વિરોધ પક્ષના પદની માંગ કરવામાં આવી હતી. બાદમાં બંને પક્ષ વચ્ચે ગઠબંધન થઈ ગયું હતું અને એનસીપીના નગરસેવકને વિરોધ પક્ષના નેતા ચાલું રાખવા નક્કી થયું હતું પરંતુ અચાનક જ વિરોધ પક્ષની માંગણી વગર જ વિરોધ પક્ષના નેતા પદ માટે શું કરવું તેના માટે ખાસ જનરલ બોર્ડ મનપાના શાસકોએ બોલાવતા રાજકારણ ગરમાયું છે. આ દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા, સેનીલાબેન એ. થઈમ, જેબુનનીશા એસ. કાદરી, મંજુલાબેન પણસારા, લલીતભાઈ પણસારાએ કમિશનરને પત્ર પાઠવી અને રજુઆત કરતા જણાવેલ છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા છેલ્લા ૩.પ વર્ષથી વિરોધ પક્ષના નેતા તરીકે અદ્રેમાનભાઈ પંજાની નિમણુંક થયેલ છે. થોડા સમય પહેલા ૩ સભ્ય કોંગ્રેસના અને ૩ સભ્ય એનસીપીના ચુંટાતા કોંગ્રેસના સભ્ય દ્વારા તેમને હવે પછી વિરોધ પક્ષના નેતા તરીકે પદભાર આપવા પત્રથી જાણ કરેલ પરંતુ અનેસીપીના અને તત્કાલીક વિરોધપક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજાને જ વિરોધપક્ષના નેતા તરીકે ચાલું રાખવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના સીનીયર કોર્પોરેટર મંજુલાબેન પણસારા અને લલીતભાઈ પણસારા દ્વારા કમિશનરને પત્ર દ્વારા જાણ કરેલ હતી. જેથી કમિશનર અને મેયરે વિરોધપક્ષના નેતા તરીકે અદ્રેમાનભાઈ પંજાને જ ચાલું રાખવાનું નક્કી થયેલ હતું. તેમજ પદાધિકારીઓની નિમણુંક ચુંટણી પુરી થયા બાદ પ્રથમ બોર્ડમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને ત્યાર બાદ ર.પ વર્ષ પુર્ણથયા બાદ પદાધિકારીની ર.પ વર્ષ માટે નિમણુંક થાય છે. જે સમય પુર્ણ થયો છે જેથી આ પ્રક્રિયા મુદત બહારની અને ગેરકાયદેસર છે. પરંતુ કેટલાક ભાજપના નેતાઓને આ બાબત ખુંચતી હોય રાગદ્વેશ રાખીને જૂનાગઢના મેયરની આજ્ઞાથી આસી. સેક્રેટરી દ્વારા તા.૧૧-૪-ર૦ર૩ના રોજ જનરલ બોર્ડમાં માત્રને માત્ર વિરોધ પક્ષના નેતાની નવી નિમણુંક માટે એજન્ડો કાઢવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટીના લોકોને લોકોના પ્રશ્નો માટે રોડ, રસ્તા, ગટર, પાણી જેવા પ્રશ્નો નજરે નથી આવતા માત્રને માત્ર રાજકીય રાગદ્વેશ રાખીને વિરૂધ્ધ, નિમણુંકની સમય મર્યાદા વિત્યા પછી આવા નિર્ણય કરવ માટે જનરલ બોર્ડ બોલાવવું કેટલા અંશે વ્યાજબી છે કે માત્રને માત્ર વિપક્ષનો અવાજ દબાવવા માટે આવી કોશીષ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પક્ષ સાથે એનસીપી પક્ષને ગઠબંધન હોય જે બાબતે પણ પત્રથી કમિશનરને લેખીતમાં જાણ કરેલ છે. જેથી એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી વિરોધપક્ષના નેતાને બદલા કે વિરોધપક્ષની ઓફીસ બંધ કરાવવાની એક માત્ર સાજીસ હોય તેવું લાગી રહ્યું છે જેથી આ બાબતે યોગ્ય કરવા માંગ છે.

error: Content is protected !!