માંગરોળ : મરઘા ઉછેર કેન્દ્રને તાત્કાલીક બંધ કરવા માંગ

0

માંગરોળ તાલુકાના લંબોરા ગામે ચાલતા મરઘાં ઉછેર કેન્દ્રને ૩૦ દિવસમાં બંધ કરવાના કેશોદ સબ.ડિવિ.મેજી.ના હુકમને એડી.ડિસ્ટ્રી. એન્ડ સેશન્સ કોર્ટ(કેશોદ)એ કાયમ રાખ્યા બાદ પણ અમલવારી ન થતાં, દુર્ગંધ અને ગંદકીથી ત્રસ્ત ખેડુતોએ આ સબંધે તુરંત કાર્યવાહી કરવા મામલતદાર સમક્ષ માંગ કરી છે. લંબોરા ગામે વાડી વિસ્તારમાં રે.સ.નં. ૯૮ પૈકીની જમીનમાં મરઘા ઉછેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. જાે કે શરૂઆતથી આજુબાજુમાંથી રહીશો, ખેડુતોમાં વિરોધ ઉઠવા પામ્યો હતો. ભયાનક દુર્ગંધ, મરઘા મૃત્યુ પામતા કુતરા, બિલાડાનો ત્રાસ, મનસ્વી અર્થઘટન કરી ફાર્મની મંજુરી, ગુજ.સ્ટેટ પોલ્ટ્રી ફાર્મ રજી. પોલીસીની જાેગવાઈઓનુ઼ પાલન ન થતું હોવા સહિતના મુદે છેલ્લા પાંચેક વર્ષો દરમ્યાન આવેદનપત્રો તેમજ સરકારના સંબંધિત વિભાગોમાં અનેક રજૂઆતો કરવામાં આવી હતી. દરમ્યાન તત્કાલીન જી.કલેકટર, પશુપાલક નિયામક દ્વારા આ મરઘા ઉછેર કેન્દ્ર બંઘ કરવા આદેશ કરાયો હતો. જાે કે ત્યારબાદ સફાઈ અને નિયમોની અમલવારીની શરતોને લઈને ફાર્મ ફરી શરૂ કરાયું હતું. જેથી બાલુભાઈ ભગવાનભાઈ ડોડીયાએ એસ.ડી.એમ. કેશોદની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે અંતર્ગત કોર્ટે તા.૨૨-૪-૨૦૨૨ના રોજ આ મરઘા કેન્દ્ર બંધ કરવા તેમજ ૯૦ દિવસમાં વિવાદ વાળી જગ્યાએથી મરઘાને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે ફાર્મના માલિકે એડી.ડિસ્ટ્રી.કોર્ટમાં ફોજદારી રિવિઝન અરજી કરી હતી. જે કોર્ટે નામંજૂર કરી તા.૨૩-૨-૨૦૨૩ના સબ ડિવિ. કોર્ટેનો હુકમ કાયમ રાખ્યો હતો. ત્યારબાદ મામલતદાર દ્વારા ત્રણ દિવસમાં આ મરઘા ફાર્મને બંધ કરવા મરઘા કેન્દ્રના માલિકને આદેશ કરાયો હતો. તાજેતરમાં તલાટી અને સર્કલ ઓફિસર દ્વારા જગ્યાનું રોજકામ કરવામાં આવતા મરઘા ફાર્મ ચાલુ હોવાનું તથા ત્યાં ઈંડાનો જથ્થો તેમજ મરઘાના ખોરાકની ૫૦ કિ.ગ્રા.ની ૪૦૦ થેલીઓ હોવાનું જણાંયુ હતું. કોર્ટેના હુકમ બાદ પણ ધમધમી રહેલા મરઘા ઉછેર કેન્દ્રને તાત્કાલિક અસરથી બંધ કરવા માંગ કરી, ખેડુતે કંટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા તૈયારી દર્શાવી છે.

error: Content is protected !!