જૂનાગઢ શહેરમાં ઝાંસીની રાણીની પ્રતિમાની તલવાર તોડી નુકશાન કરવા અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કૈલાશભાઈ નાનજીભાઈએ સાહીદ મુસ્તાકભાઈ(ઉ.વ.રર) જુની આરટીઓ રોડ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ જાહેરમાં પ્રોપર્ટી તરીકે સરદાર બાગ નજીક ઝાંસીના ચોકમાં સ્થાપના કરેલ ઝાંસીની રાણીની પ્રતિમા ઉપર ચડી અને પ્રતિમાની તલવાર કાઢી તોડી આરોપીએ પ્રતિમાને નુકશાન કરી અને અપમાનીત કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવી અને ઝાંસીની રાણીની પ્રતિમામાં લગાડેલી તલવારમાં રૂા.પ હજારનું નુકશાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.કે. મકવાણા ચલાવી રહ્યા છે.
માંગરોળ નજીક કેશોદ હાઈવે ઉપર અકસ્માત : એકનું મૃત્યું
માંગરોળ તાલુકાના શીલ ગામે બંદર રોડ ઉપર રહેતા પંકજભાઈ રામભાઈ ચુડાસમા(ઉ.વ.૪ર) બોલેરો પીકઅપ નંબર જીજે-૩ર-ટી-૬૪૭૯ના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, રૂદ્રપુરના પાટીયાથી આગળ બાપાસીતારામની મઢુલી પાસે કમલેશભાઈ રામભાઈ ચુડાસમા જાતે.કોળી(ઉ.વ.૪પ) ચાલીને જતા હોય ત્યારે બોલેરો પીકઅપ વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપથી ચલાવી અને કમલેશભાઈને હડફેટે લેતા ગંભીર ઈજા થવાના કારણે તેઓનું મૃત્યું થયું છે. જયારે આરોપી અકસ્માત સર્જી મોત નીપજાવી અને નાસી છુટયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.