ખંભાળિયા તાલુકાના વચલા બારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલનેસ અંતર્ગત તાલુકાના બેહ ગામે આંખ, આંખની કાળજી અને જાળવણી વિશે તેમજ આંખના જુદા જુદા રોગોના નિદાન તથા સારવાર કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ એન્ડ વેલનેસ બેહ ખાતે આંખોને લગતી વિવિધ તકલીફોના નિદાન તથા સારવાર માટેના આ કેમ્પમાં બેહ તથા આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં આ વિના મૂલ્યે નિદાન – સારવાર કેમ્પનો લાભ લીધો હતો. આ માટે ખંભાળિયાના જાણીતા ક્રિષ્ના આઈ કેર હોસ્પિટલના તબીબ ડોક્ટર નિરવ રાયમગીયા તથા તેમની તેમ દ્વારા ગ્રામજનોને સારવાર આપી, નિદાન કરી, જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. આ કેમ્પ દરમ્યાન ઉપસ્થિત લાભાર્થીઓને આંખની પર્સનલ તથા કાળજી માટેની માહિતી પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળતા અપાવી હતી. આ માટે હેલ્થ ઓફિસર ધનાભાઈ કારીયા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અક્ષયભાઈ વાઢેર તથા ફિમેલ હેલ્થ વર્કર ગીતાબેન નંદાણીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હોવાનું મેડિકલ ઓફિસર ડોક્ટર નિરવ હદવાણી દ્વારા જણાવાયું છે.