ઉના તથા ગીરગઢડા તાલુકામાં ગીર-સોમનાથ જિલ્લા ભાજપા પ્રમુખનું સન્માન

0

ગીર સોમનાથ જિલ્લા ભાજપાના પ્રમુખ પદે નવા વરાયેલા મહેન્દ્રભાઈ પિઠીયા અઉના શહેર તાલુકા તથા ગીર ગઢડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મુલાકાત લેવા માટે પધારેલ હતા. ત્યારે ઉના શહેરના નગરપાલિકા હસ્તકના ટાઉનહોલમાં યોજાયેલ એક મિટિંગમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રી વિશાલભાઈ વોરા, મંત્રી રાજુભાઇ ડાભી, જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિતેષભાઈ ઓઝા, તાલુકા ભાજપા પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, બુથના પ્રમુખો, શક્તિ કેન્દ્રના પ્રભારીઓ, સંયોજકો તથા વાલીઓની વિશાળ હાજરીમાં જિલ્લા ભાજપા પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેન્દ્રભાઈ પિઠીયાએ જણાવેલ કે આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીમાં ૯૩ ઉના વિધાનસભા મત વિસ્તારમાંથી આપણી પાર્ટીને ઐતિહાસિક લીડની આશા છે. તો દરેક કાર્યકરો અત્યારથી જ સંગઠનાત્મક કાર્યક્રમમાં લાગી જાય અને આવનાર દિવસોમાં પાર્ટીનો શ્રેષ્ઠ દેખાવ ઉના વિધાનસભામાં થાય તેવી તેમણે આશા અને અપેક્ષા વ્યક્ત કરી હતી. તેવી જ રીતે ઉના શહેર ભાજપાના હોદેદારોએ પણ નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયાનું હર્ષભેર સ્વાગત કર્યું હતું.

error: Content is protected !!