શિવમ ચક્ષુદાન-આરેણા દ્વારા માંગરોળ મુકામે બે દેહદાનના સંકલ્પ પત્ર ભરાયા

0

માંગરોળ મુકામે માંડવી ગેઈટ ખાતે રહેતા મુકેશગીરી વસંતગીરી ગોસ્વામી અને એમના અર્ધાંગિની કુસુમબેન મુકેશગીરી ગોસ્વામી બન્ને સજાેડે આ નાશવંત શરીરના દાન માટે મેડિકલ કોલેજને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. પૃથ્વી લોકનું સનાતન સત્ય એટલે મૃત્યું. હા એ માનવ સહિત ભુલોક ના દરેક જીવ માટે સત્ય છે અને એક દિવસ આ દેહને છોડીને જવાનું જ છે. આ સનાતન સત્યને સ્વીકારીને મુકેશગીરી તેમજ કુસુમબેને શિવમ ચક્ષુદાન-આરેણાના કુલદિપ ગોસ્વામીને બન્ને દંપતિના સંકલ્પ પત્ર અર્પણ કર્યા છે. આ સમયે ખાસ માર્ગદર્શક રિટાયર્ડ ફિસરીઝના ક્લાસ વન ઓફિસર અને પેન્શનર સમાજના પ્રમુખ તેમજ દરેક સેવા પ્રવૃતિ ના સાથી એવા શુક્લા સાહેબ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા અને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સાધુ સમાજરએ આજે ખરેખર દાનનો મહિમા સમજાવ્યો છે. આ દેહદાનના સંકલ્પ પત્રના માધ્યમથી અગાઉ સપ્ત ઋષી માંના દધિચિ ઋષીએ પણ અસુરી શકિતના વિનાશ માટે પોતાના અસ્થિનું દાન કરેલ હતું. આવી પરંપરા વૈદિક યુગમાં પણ એ સમયની જરૂરીયાત મુજબ અંગ દાન થતું હતું. આજે મેડિકલ ક્ષેત્રે મુખ્ય જરૂરીયાત રક્તદાન છે પછી ચક્ષુદાન તેમજ અંગદાન અને દેહદાન.આ પ્રવૃતિને વેગવંતી બનાવવા શિવમ ચક્ષુદાન -આરેણા કાયમી ધોરણે કાર્યરત છે અને આ સંકલ્પ કરનાર દંપતિને આ સદ વિચાર અને ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવે છે.

error: Content is protected !!