જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે રસ્તો રીપેર કરવાના પૈસા બાબતે બોલાચાલી બાદ હુમલાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ઝાંઝરડા ગામે રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ ભેડા આહીર(ઉ.વ.૩૭) એ દિનેશભાઈ લાખાભાઈ તેમજ રમેશભાઈ લાખાભાઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી તથા આરોપીનો સીમમાં વાડી વિસ્તારમાં જવાનો સંયુકત રસ્તો હોય જે રસ્તો રીપેર કરવા બાબતે ખેડૂતો પાસેથી ફાળો ઉઘરાવેલ જે ફાળાના હિસાબના પૈસા અંગે ફરિયાદીએ આરોપી પાસે હિસાબ માંગતા મનદુઃખ થયેલ જેના કારણે આરોપી નં-૧નાએ ફરિયાદીને ગાળો કાઢીને દાતરડા વડે ડાબા હાથના બાવળામાં ઈજા કરેલ જયારે આરોપી નં-રનાએ મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં જુગાર દરોડો ઃ રૂા.૧૧૧૦૦ના મુદ્દામાલ સાથે પ ઝડપાયા
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે નવી સિવીલ હોસ્પિટલ પાછળ ખુલ્લી જગ્યામાં રેડ કરતા જાહેરમાં જુગાર રમતા પ શખ્સોને રૂા.૧૧,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.