જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩રમી જન્મજયંતિની થયેલ ઉજવણી

0

સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ

બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩રમી જન્મજયંતિની આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં તેમજ દેશભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દલીત સમાજના વિવિધ સંગઠનો દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ સંસ્થા અને રાજકીય પક્ષો દ્વારા પણ ડો. બાબાસાહેબ આંબેડકરને આજે શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે આજે સવારથી જ દલીત સમાજના આગેવાનો તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સંગઠનો તેમજ મહાનુભાવો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર દ્વારા પણ આજે ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.(તસ્વીર ઃ અમ્માર બખાઈ)

error: Content is protected !!