જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનમાં અડચણરૂપ દબાણો દુર કરતું મનપા તંત્ર

0

રૂા.૬૦ કરોડના ખર્ચે સરોવરને નયનરમ્ય બનાવવાની ચાલતી કામગીરી ઃ વહેલી તકે પુર્ણ કરવા કવાયત
જૂનાગઢ શહેરની વચ્ચોવચ્ચ આવેલા નરસિંહ મહેતા સરોવરના ભાગ્ય આડેથી પાંદડુ ખસી ગયું હોય તેમ વાતોના વડા કરતા મનપા તંત્ર દ્વારા આ સરોવરના બ્યુટીફિકેશન માટેની કામગીરી ચાલી રહી છે. અંદાજીત રૂા.૬૦ કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કરવામાં આવનાર છે. નરસિંહ મહેતા સરોવરમાં થોડા સમય પહેલા આ તળાવ સાંકડુ ન થઈ જાય તેમાંથી માટી દુર કરી નાખો એવા અનેક પ્રકારના પ્રશ્નો વચ્ચે નરસિંહ મહેતા સરોવરની બ્યુટીફિકેશનની કામગીરી વિવાદમાં પડી હતી. પરંતુ બીજી તરફ નરસિંહ મહેતા સરોવરના વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા અને જુદી-જુદી કામગીરી કરવામાં આવી હતી અને ગઈકાલે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનમાં અડચણરૂપ બનેલા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સાંજ સુધીમાં કેટલાક દબાણો પણ દુર કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોમાં જયાં પણ દબાણો છે તે આવનાર દિવસોમાં દુર કરવામાં આવે તેવું સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જણાવ્યું હતું.(તસ્વીર ઃ અમ્માર બખાઈ)

error: Content is protected !!