જગદગુરૂ આદિ શંકરાચાર્યની આજે જન્મ જયંતિ

0

ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન પૂજ્ય વ્યક્તિ એટલે ૧૨ વર્ષની ઉંમરે તેઓ ધર્મ પ્રચાર કરતા કરતા જ્યારે હરિદ્વાર પહોંચ્યા ત્યારે ગંગા ઘાટ ઉપર પૂજા અર્ચના કરીને તેમણે ઋષિકેશસ્થિત ભરત મંદિરનાં ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુનું શાલિગ્રામ વિગ્રહ સ્થાપિત કર્યું હતું. તેમનાં મિત્ર ચીતસુખાચાર્યનાં મત મુજબ શંકરાચાર્યનો જન્મ નંદન સંવત્સર ૨૫૯૩માં વૈશાખ સુદ પાંચમ, રવિવાર, પુનર્વસુ નક્ષત્ર અને ધનુ લગ્નમાં થયો હતો. તેમનાં પિતાનું નામ શિવગુરૂ અને માતાનું નામ આર્યઅંબા હતું. એમનાં દાદાનું નામ વિદ્યાધર હતું. શંકરાચાર્ય સંસ્કૃતનાં પ્રખર પંડિત હતા. માત્ર ત્રણ વર્ષની ઉંમરે તેમણે પિતા ગુમાવ્યા હતા. આ ઉંમરે તેઓ વૈદિક જ્ઞાનમાં પારંગત થઈ ગયા હતા. શંકરાચાર્યે બત્રીસ વર્ષની ઉંમરે પોતાના શિષ્યોને વિશ્વ કલ્યાણ અને વેદાંત ધર્મને સ્થાયી રાખવા સંન્યાસી સંઘની સ્થાપના કરવા આદેશ આપ્યો હતો તેમજ ચાર દિશાઓમાં ચાર પઠ-પીઠની અને તેના આચાર્ય તરીકે પોતાના ચાર મુખ્ય શિષ્યોની પ્રથમ મઠાધીશ તરીકે નિમણૂક કરી. ચાર સંપ્રદાયઃકોટવાર, ભોગવાર, આનંદવાર અને ભૂરિવારની સ્થાપના કરી. આ મઠોના સંચાલન માટે આચારસંહિતારૂપ નિયમ બનાવ્યા હતા જે “મઠામ્નાય” સેતુ નામના ગ્રંથ તરીકે જાણીતા છે. ૧૨ વર્ષની ઉંમરે તેઓ ધર્મ પ્રચાર કરતા કરતા જ્યારે હરિદ્વાર પહોંચ્યા ત્યારે ગંગા ઘાટ ઉપર પૂજા અર્ચના કરીને તેમણે ઋષિકેશસ્થિત ભરત મંદિરનાં ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુનું શાલિગ્રામ વિગ્રહ સ્થાપિત કર્યું હતું.

error: Content is protected !!