વૈશાખ શુદ સાતમને ગુરૂવારે તા.૨૭-૪-૨૩ ગુરૂપુષ્યામૃત યોગ સવારના ૬ઃ૫૮થી આખો દિવસ અને રાત્રી છે. ગુરૂપુષ્યા મૃત યોગના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી, જમીન-મકાન-વાહનની ખરીદી કરવી, મકાનનો દસ્તાવેજ કરવો, પૂજાના સામગ્રીની ખરીદી કરવી, જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરવી, શ્રી યંત્રની ખરીદી કરવી આ બધું આજીવન ઉત્તમ ફળ આપનાર બને છે. પુષ્ય નક્ષત્રમાં વૃદ્ધિનો ગુણ હોવાથી કોઈપણ સારા કાર્ય કે સારી બાબત અને પૂજા ઉપાસનામા તથા શુભ ખરીદીમાં ઉત્તમ ફળ આપનાર બને છે. તેમાં પણ ગુરૂવાર અને પુષ્ય નક્ષત્ર અને રવિવાર અને પુષ્ય નક્ષત્ર આવે તો આ દિવસે ગુરૂપુષ્યામૃત યોગ અને રવિપુષ્યામૃત યોગનો ઉત્તમ દિવસ બને છે અને આ દિવસ દરેક શુભ બાબતોમાં શુભ ફળ આપનાર છે. હાલમાં ગોચરમાં ગુરૂ રાહુનો ચાંડાલ યોગ ચાલી રહ્યો છે તો આ દિવસે ગુરૂગ્રહના બળની વૃદ્ધિ માટે ગુરૂના મંત્ર જપ કરવા અથવા તો ગુરૂના વેદક મંત્ર જપ કરાવવા જેથી આ યોગમાંથી રક્ષા મળશે. તે ઉપરાંત આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલવા પણ ઉત્તમ ફળ આપનાર છે. આ દિવસે ખાસ કરીને પોતાના ઇષ્ટદેવ કુળદેવીની પૂજા કરવી, જપ કરવા, ઉપાસના કરવી પણ શુભ ફળદાઈ છે અને આનું અનેક ઘણું ફળ મળે છે. પરંતુ ખાસ સુચના સાથે એ કે આ પૂજા ઉપાસના ફક્ત એક દિવસ ન કરતા દરરોજ કરવી ઉત્તમ રહેશે. ઘણા લોકો આવા ઉત્તમ યોગના દિવસે એક દિવસ જ પૂજા ઉપાસના કરી અને પછી નથી કરતા પરંતુ પોતાના કુળદેવી ઇષ્ટદેવની પૂજા દરરોજ કરવી જાેઈએ અને તેમાં પણ ગુરૂપુષ્યમૃત યોગના દિવસથી શરૂ કરશો તો તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે જ. તે ઉપરાંત આ દિવસે નાના બાળકોને બુદ્ધિ બળ વધે તે માટે ઔષધીનું પ્રાસન એટલે કે સુવર્ણ પ્રાસન કરાવવામાં આવે છે તે પણ ઉત્તમ ગણાય છે.
ગુરૂપુષ્યામૃત યોગના દિવસના શુભ સમયની યાદી : શુભ ૬ઃ૧૯ થી ૭ઃ૫૬, ચલ ૧૧ઃ૦૮ થી ૧૨ઃ૪૫, લાભ ૧૨ઃ૪૫ થી ૨ઃ૨૧, અમૃત ૨ઃ૨૧ થી ૩ઃ૫૭, બપોરે અભિજીત મુહુર્ત ૧૨ઃ૧૯ થી ૧ઃ૧૦, રાત્રિના શુભ સમયની યાદી અમૃત ૭ઃ૧૦ થી ૮ઃ૩૪, ચલ ૮ઃ૩૪ થી ૯ઃ૫૭.