કેશોદના સાંગાણી હોસ્પીટલના તબીબ બંધુઓએ મુખ્યમંત્રી સાથે યોજી મીંટીંગ

0

કેશોદ ખાતે તાજેતરમાં જન પ્રતિનિધિ કાર્યક્રમમા હાજરી આપવા આવી પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની વ્યસ્તતા વચ્ચે પણ કેશોદના જુના અને જાણીતા સાંગાણી હોસ્પિટલના તબીબ બંધુઓ ડો. અજ્ય સાંગાણી અને ડો. રાજેશ સાંગાણીને મુલાકાત આપીને કેશોદ પંથકના દર્દીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની માં અમૃતમ અને આયુષ્યમાન કાર્ડ યોજનાનો મહતમ લાભ આપવા ભલામણ કરી હતી. એટલું જ નહી આ બંને યોજનાઓની વિસ્તુત જાણકારી આપી પૈસાના અભાવે દદીઓની સારવારમાં કોઈ ઉણપ ન રહે તે જાેવા પણ જણાવ્યું હતું. આમ મુખ્યમંત્રીએ મુલાકાત આપી જરૂરી માર્ગદર્શન આપતા સાંગાણી તબીબ બંધુઓએ અહોભાવ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી કેશોદ સાંગાણી હોસ્પીટલને સારી કામગીરી બદલ અનેક એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે.

error: Content is protected !!