કેશોદ ઈતિહાસમાં આશરો આહિરનો વિષે અનેક શોર્ય કથાઓ છે. જેમાં જૂનાગઢ ઉપર દુશ્મનોએ હુમલો કર્યો હતો ત્યારે રાજપૂત રાજવીએ પોતાનાં વંશને બચાવવા દેવાયત બોદરને આશરે મોકલી આપ્યા બાદ દુશ્મનો ત્યાં પહોંચતા જૂનાગઢનાં રાજવંશને બચાવવા પોતાનાં પુત્રનું બલિદાન આપ્યું હતું. એવાં દેવાયત બોદરની પ્રતિમા ધરમપુર ગીર ખાતે પ્રસ્થાપિત કરતાં પહેલાં કેશોદ શહેરમાંથી પસાર થતાં આહિર સમાજ અને રાજપૂત સમાજ દ્વારા પુષ્પવર્ષા કરી ઈતિહાસને વાગોળી ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. ખમીર ખાનદાની અને આશરો એવી અમીરાત જેમના ઇતિહાસમાં લખાયેલી છે. આ આહીર સમાજના ઇતિહાસનું એક એવું પાત્ર કે જેમણે પોતાના દીકરાના માથા સાટે આશરા ધર્મ નિભાવી આહીર સમાજને એક આગવી ઓળખ આપી છે. એવા શ્રી દેવાયત બાપા બોદરની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા ધરમપુર ગીર મુકામે કરવાની હોય, માળીયા તાલુકાના ધરમપુર ગીરથી માલદેભાઇ અને તે ગામના યુવા મંચના કાર્યકર મિત્રો શ્રી દેવાયતબાપાની પ્રતિમા સાથે જૂનાગઢથી ધરમપુર જતા રસ્તામાં કેશોદના ચાર ચોક મુકામે આહીર સમાજના અગ્રણીઓ આહીર યુવા મંચની ટીમ તથા રાજપૂત સમાજ આગેવાનો દ્વારા આ લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું. જેમાં અશ્વિનભાઈ ખટારીયા, રાજુભાઈ બોદર, અરવિંદભાઈ ઝાલા, કેતનભાઇ હડિયા, જગદીશભાઈ મ્યાત્રા, તથા આહીર યુવા મંચની સમગ્ર ટીમ તથા રાજપૂત સમાજ પ્રમુખ સિધ્ધરાજસિંહ રાયજાદા, રાજુભાઈ રાયજાદા, અશ્વિનભાઇ રાયજાદા વિગેરે સૌએ સાથે મળી હારતોરા અને પુષ્પવર્ષા સાથે પ્રતિમાનું સ્વાગત કર્યું હતું. આવા મહાન વ્યક્તિઓના ઐતિહાસિક સ્મરણો જાળવવા માટે આવા કાર્ય કરતા સૌ યુવાનોને ખુબ ખુબ બિરદાવ્યા હતા.