Thursday, June 8

જૂનાગઢ અંડર-૧૯ ડિસ્ટ્રીકટ ટીમની સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રીકટ-૧૯માં સેમી ફાઇનલમાં પ્રવેશ

0

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત યુ-૧૯ ઇન્ટર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટમાં જૂનાગઢ સીટી અંડર-૧૯ની કચ્છ ભૂજ સામે અંડર -૧૯ ટીમ સામે જૂનાગઢની ૬ વિકેટ સાથે ઐતિહાસિક વિજય થયો છે. જેના જૂનાગઢના કેપ્ટન હરદેવ બાબરીયાએ ખંઢેરી સ્ટેડિયમ રાજકોટ ખાતે ટોસ જીતી બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. જેમાં કચ્છ-ભૂજ પ્રથમ દાવમાં ૩૧૧-૯ વિકેટએ રન કર્યા હતા. જેમાં જૂનાગઢ સીટી તરફથી નવાઝખાન પઠાણએ મહત્વની ૫ વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં જૂનાગઢ સીટી આ સ્કોર ૪૮.૪ ઓવરમાં ચેસ કરી ૬ વિકેટ એ જીત મેળવી હતી. જેમાં હરદેવ બાબરીયા ૬૧(૭૪), રિધમ નકુમ ૭૯ રન(૮૪), પરિન શાહ અણનમ ૭૦(૪૮), નવાઝ પઠાણ ૫૬(૩૮)કરી જૂનાગઢ છ વિકેટ એ જીત મેળવી જૂનાગઢ ઇતિહાસમાં સૌ પ્રથમવાર સેમી ફાઇનલમમાં પ્રવેશ કર્યો છે. જે બદલ જૂનાગઢ ક્રિકેટ એસો.ના પ્રમુખ પાર્થ કોટેચા, સેક્રેટરી પાર્થ ધુલેસિયા અને અર્જુન રાડાએ જૂનાગઢની ટીમ અને કોચ ભરતભાઈ બઢને અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!