કેશોદનાં બાલાગામ ગામે સગીરનુ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થતાં તપાસનો ચક્રોગતિમાન

0

કેશોદ તાલુકાનાં બાલાગામનાં સગીરનુ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થતાં પરિવારજનો તપાસની માંગ કરવામાં આવતાં કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. બી. કોળી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. કે. ગઢવી કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પ્રાથમિક માહિતી મેળવી હતી. કેશોદના બાલાગામ ગામે બનેલી ઘટનામાં પરિવારજનોનાં જણાવ્યાં મુજબ સગીરને ગૌશાળા વાળો અંકિત મોટરસાયકલ પર બેસાડી વાડીએ લઈ ગયા બાદ માણાવદર સરકારી દવાખાનેથી ટેલિફોનીક માહિતી મળતાં માણાવદર દવાખાને પરિવારજનો પહોંચી મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરતાં અને બાલાગામ કેશોદ પોલીસ સ્ટેશન હેઠળ આવતું હોય કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લાવવામાં આવ્યો હતો અને ફરજ પરનાં મેડિકલ ઓફિસર દ્વારા પોસ્ટમોર્ટમ કરેલ હતું. કેશોદના બાલાગામ ગામે મૃત્યુ પામેલા સગીર યુવાનનાં મૃત્યુનું કારણ પ્રાથમિક તપાસમાં કોઈ પણ રીતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં જાણવા મળ્યું છે. કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સપેકટર પી.કે.ગઢવી પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!