જૂનાગઢમાં મોબાઈલ ફોનના ચેટ તથા ફોટા વાયરલ કરવાની યુવતીને ધમકી આપતા પોલીસ ફરિયાદ

0

જૂનાગઢના વંથલી રોડ ઉપર મધુરમ કર્મચારીનગર નજીક રહેતા એક પરિવારની ૧૮ વર્ષની યુવતીએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી ધરાનગર વિસ્તારમાં રહેતો અનવર સુલેમાન હાલા નામના શખ્સે ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવી અને લગ્ન કરવાની લાલચ આપી અને તેની સાથે લઈ ગયેલ અને અમદાવાદ ખાતે લઈ જઈ ફરિયાદી સાથે શારિરીક અડપલા કરી, છેડતી કરી હતી. ફરિયાદીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા ફરિયાદી યુવતી અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદીના મોબાઈલ ફોનના ચેટ તથા ફોટા વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવતા સી ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શીલના મીતી ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેતી પોલીસ
શીલ પોલીસ દ્વારા મીતી ગામે જુગાર અંગે દરોડો પાડી સાત શખ્સોને કુલ રૂા.૯૧,૮૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

ઓઝત નદીના કાંઠે જુગાર રમતા ઝડપાયા
વંથલી પોલીસે ગઈકાલે ઓઝત નદીના કાંઠે સીમ વિસ્તારમાં આવેલ એક કબ્જા ભોગવટાની વાડીની ઓરડીમાં જુગાર અંગે દરોડો પાડતા કુલ પાંચ શખ્સોને રોકડ, મોબાઈલ, મોટરસાઈકલ વિગેરે મળી કુલ રૂા.૧૦ર૭૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

 

error: Content is protected !!