ઉના ગીર ગઢડા પંથકમાં કમોસમી વરસાદ

0

ઉના ગીર ગઢડા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગીર ગઢડા નજીક આવેલા ગીર જંગલના થોરડી, ભાખા, જાખીયા ગામમાં તેમજ બાબરીયા વિસ્તારમાં ભારે પવન સાથે કડાકા ભડકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારના ખેડૂતોના પાક કેરી, તલ સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. જયારે ભારે પવન સાથે વરસાદ વરસતા આંબાના ઝાડ ઉપરથી કેસર કેરીઓ ખરી નીચે પડતા ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. થોડીકવાર પડેલા ભારે વરસાદથી ગામની શેરીઓમાં રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. જયારે ગીર ગઢડાના થોરડિ અને ભાખા ગામે ભારે પવન સાથે વરસાદ પડેલ પવનના કારણે ચાલતી કથાના મંડપના ડોમ પવનથી પડી ગયેલ હતા અને કોઇને જાન હાની થયેલ નથી.

error: Content is protected !!