શ્રી સ્વામી નારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ જૂનાગઢ ખાતે શ્રી રાધારમણ દેવના ૧૯પમાં વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે

0

૧૯પ કલાકની અખંડ ધુન, દિવ્ય રાજાેપચારપૂજન, ભવ્ય અન્નકુટ, ફલકોટત્સવ, આમ્રોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામી નારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણ દેવના ૧૯પમાં વાર્ષિક પાટોત્સવની અનેકવિધ કાર્યક્રમો સાથે ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું પણ આયોજન કરવામાં આવેલ છે. ભગવાન સ્વામી નારાયણના સ્વહસ્તે પધરાવવામાં આવેલા દેવો બિરાજમાન છે તેવા શ્રી રાધારમણદેવ આદિક દેવોનો ૧૯પમો વાર્ષિક પાટોત્સવ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના વરદહસ્તે ધામધુમથી ઉજવાશે. પરમ પૂજય ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના દિવ્ય આર્શીવાદથી, અ.નિ. પરમ પૂજય સદગુરૂ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં તથા અ.નિ. હરદાસભાઈ કરશનભાઈ બારસિયાની પવિત્ર સ્મૃતિમાં શ્રીમદ ભાગવત કથા તા.પ-પ-ર૦ર૩ થી તા.૧૧-પ-ર૦ર૩ સુધી આયોજન કરેલ છે. જેના વકતાપદે વિદ્વતભૂષણ પરમ પૂજય ગુરૂવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી(એસજીવીપી) બિરાજી કથામૃતનો અલભ્ય લાભ આપશે. પરમ પૂજય કોઠારી શ્રી દેવનંદનદાસજી સ્વામી(ચેરમેનશ્રી) તથા પરમ પૂજય સદગુરૂ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ ૧૯પમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત તથા પરમ પૂજય સદગુરૂ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના સાંનિધ્યમાં ૧૯પ કલાકની અખંડધુન, દિવ્ય રાજાેપચારપૂજન, ભવ્ય અન્નકુટ, ફલકુટોત્સવ તથા આમ્રોત્સવ, સર્વરોગ નિદાન કેમ્પ, દરિદ્રનારાયણને ચપ્પલ તથા વસ્ત્ર વિતરણ જેવા આધ્યાત્મિક, સામાજીક તથા સેવાકીય આયોજનોના માધ્યમથી શ્રી હરીનો રાજીપો પ્રાપ્ત કરીએ. શ્રી ઠાકોરજીના અભિષેક દર્શન, કથાશ્રવણ, ધર્મકુળ દર્શન તેમજ ધામધામથી પધારતા પુજનીય સંતોના દર્શન-આર્શીવચનનો લાભ પ્રાપ્ત કરવા સપરિવાર મિત્ર મંડળ સહિત પધારવા પૂજય સંતો-સમસ્ત સત્સંગ સમાજ તેમજ શ્રી રાધારમણદેવ વહિવટી સમિતિ-જૂનાગઢ વતી મુખ્ય કોઠારી શા. સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી અને કો. શ્રી પી.પી. સ્વામીએ નિમંત્રણ પાઠવેલ છે તેમ પ્રફુલભાઈ કાપડીયાની એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!