ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપના મીડિયા સેલના કન્વીનરોની કાર્યશાળા યોજાઈ

0

હાલારના કન્વીનરો જાેડાયાઃ નેતાઓ દ્વારા માર્ગદર્શન અપાયું

ભારતીય જનતા પાર્ટીના સમગ્ર રાજ્યના મીડિયા સેલના કન્વીનરોની એક દિવસીય કાર્યશાળા ગાંધીનગરમાં કમલમ ખાતે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીડિયા સેલના કન્વીનર હિતેન્દ્રભાઈ આચાર્ય, સહ કન્વીનર જયસુખભાઈ મોદી, દિવ્યેશ જટણીયા વિગેરે જાેડાયા હતા. આ કાર્યક્રમમાં ભાજપના રાજ્યમંત્રી રત્નાકરજીએ મીડિયાની ભૂમિકા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી ઉદાહરણો રજૂ કર્યા હતા. ભાજપના રાજ્ય પ્રવક્તા યમલભાઈ વ્યાસે પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીના મીડિયા જગત વિશેની બાબતો વર્ણવી, મીડિયાને ક્યારેય નજર અંદાજ ના કરી શકાય તે અંગેનું વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ શુક્લા એ પણ ઉપસ્થિત લોકો સાથે ચર્ચા કરી અને ડિબેટમાં પ્રભાવશાળી વક્તવ્ય કેમ આપવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ મીડિયા અને પક્ષ એકબીજા વગર અધુરા હોવાનું જણાવી અને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન રાજ્યના મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવેએ અને આભારવિધિ ભરતભાઈ ડાંગરે કરી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લા સહિતના કન્વીનરો જાેડાયા હતા.

error: Content is protected !!