ભાટિયા ગામના સીમ વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ ખેલાડીઓને ઝડપી લેતી એલસીબી પોલીસ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ગઈકાલે ગુરૂવારે સાંજે કલ્યાણપુર પંથકમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની સુચના મુજબ હાથ ધરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જાેગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાટીયાથી કુરંગા રોડ ઉપર ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળની ઝાળીમાં બેસી અને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા દિપક નારણ મકવાણા, વિમલ મથુરદાસ સામાણી, રમેશ નથુરામ કાપડી, કિશોર કાના ચાવડા અને દેવશી દેશા પારીયા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેની પોલીસે રૂપિયા ૧૮,૦૫૦ રોકડા તથા રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા ૩૫,૦૦૦ ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૬૩,૦૫૦ નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!