દ્વારકા ખાતે સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો લેન્ગવેજ વર્કશોપમાં ગુજરાતી શબ્દો શીખ્યા

0

દ્વારકા ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો ગુજરાતી ભાષા વિષે માહિતગાર થઈ શકે તે હેતુસર લેન્ગવેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાષાએ વિભિન્ન સંસ્કૃતિઓના સમન્વયમાં મહત્વનો ભાગ ભજવે છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં પધારેલા તમિલ બાંધવોએ ઉત્સાહભેર લેન્ગવેજ વર્કશોપમાં ભાગ લીધો હતો. અતૂટ બંધન સાથે સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવા માટે દેવભૂમિ દ્વારકા ખાતે સૌરાષ્ટ્રીયન તમિલ અને સૌરાષ્ટ્રના લોકો માટે લેંગ્વેજ વર્કશોપનું આયોજન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢની આગેવાની હેઠળ શિક્ષણ વિભાગ હસ્તકની જીર્ઝ્રંઁઈ (સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઈન ઇંગ્લિશ) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે તેમજ લેંગ્વેજ વર્કશોપમાં અમદાવાદ-તમિલ એસોસિયેશનના ૨૫થી વધુ તામિલ શિક્ષકો-તજજ્ઞો ગુજરાતી અને તમિલ ભાષા શીખવી રહ્યા છે. આ લેંગ્વેજ વર્કશોપમાં ગુજરાતી અને તમિલ ભાષાના વ્યવહારમાં વપરાતા વાક્યો વિષે ઈ-ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાઓને પ્રમાણપત્ર તથા તમામ પ્રતિભાગીઓને ઈ-પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

error: Content is protected !!