Saturday, September 23

ખંભાળિયાની હાપીવાડી વિસ્તારમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

0

ખંભાળિયા નજીક આવેલા હાપી વાડી-હર્ષદપુર વિસ્તારમાં આશાપુરા મિત્ર મંડળ તથા હર્ષદપુર ગ્રામજનો દ્વારા આશાપુરા માતાજીના મંદિર ખાતે શ્રી ગણપતિ દાદા તથા શ્રી હનુમાનજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સ્થાનિક આગેવાનો, ગ્રામજનો ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની ટીમના સદસ્યોએ દર્શન તથા પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. આ આયોજનમાં આગેવાનો, હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!