ખંભાળિયા શહેર માટે દૈનિક ત્રણ એમએલડી નર્મદાના નીરની માંગ કરાઈ

0

નગરપાલિકા દ્વારા કાર્યપાલક ઈજનેર સમક્ષ રજૂઆત

ખંભાળિયા શહેરને ઘી ડેમ તથા ફૂલવાડી વોટર વર્કસ યોજનામાંથી પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવે છે. હાલ ઘી ડેમના સી પેજ વોટરનો જથ્થો તળિયા ઝાટક થઈ ગયેલ હોય અને ઘી ડેમમાં જૂન માસ સુધી ચાલે તેટલું પાણી હોય, આ પછીના સમયગાળા દરમ્યાન નગરજનોને પીવાના પાણીની હાલાકી ન થાય તે હેતુથી ખંભાળિયા નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા વિભાગના જિલ્લા કાર્યપાલક ઇજનેરને એક લેખિત પત્ર પાઠવી અને શહેરને દૈનિક ત્રણ એમએલડી નર્મદાના નીર મળે તે માટેની રજૂઆત કરવામાં આવી છે.

error: Content is protected !!