ખંભાળિયાના કેશોદ ગામે ઝેરી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું

0

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા એક ખેડૂતને ત્યાં કોબ્રા પ્રજાતિનો ઝેરી સર્પ નીકળ્યો હોવાની જાણ એનિમલ લવર્સ ગ્રુપને કરવામાં આવતા ગ્રુપના કુંજન શુક્લાએ આ સાપનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરી અને જંગલ વિસ્તારમાં છોડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ પંથકમાં નીકળતા ઝેરી તથા બિનઝેરી સાપ અંગેની જાણકારી સ્થાનિક લોકો દ્વારા એનિમલ લવર્સ ગ્રુપને આપવામાં આવતા આવા સાપનું રેસ્ક્યુ કરવામાં આવે છે.

error: Content is protected !!