Saturday, September 23

ખંભાળિયાના સેવાભાવી દાતા સદગૃહસ્થની ગોવાના મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

0

ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કનકસિંહ પ્રભાતસિંહ જાડેજાએ તાજેતરમાં ગોવા ખાતેની તેમની મુલાકાતમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણાઓ કરી હતી. અત્રે ઉલ્લેખની છે કે ખંભાળિયા પંથકના ક્ષત્રિય આગેવાન અને રક્તદાન કેમ્પ તથા શિક્ષણને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહેતા અને સહયોગ આપતા કનકસિંહ જાડેજાની આ શુભેચ્છા મુલાકાત બદલ ગામના ઉપસરપંચ રાજુભાઈ ભીમાભાઈ સરસિયા (જિલ્લા ભાજપ મંત્રી) અને દાતા ગામના સરપંચ ગાયત્રીબા શિવુભા જાડેજા તથા ગ્રામજનો દ્વારા કનકસિંહ જાડેજાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

error: Content is protected !!