ખંભાળિયાના મોવાણ ગામે કમોસમી માવઠું

0

ખંભાળિયા તાલુકાના દ્વારકા રોડ ઉપર આવેલા મોવાણ ગામે ગઈકાલે બુધવારે બપોરે વાતાવરણમાં આવેલા પલટા બાદ મેઘાવી માહોલ છવાયો હતો અને મોવાણ તથા આસપાસના વિસ્તારોમાં જાેરદાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું. આ કમોસમી વરસાદના પગલે માર્ગો પાણીથી તરબતર બન્યા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. જાેકે બપોર બાદ વાતાવરણ ખુલ્લું બની રહ્યું હતું. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ માવઠાના કારણે લગ્ન પ્રસંગોમાં વિક્ષેપ સર્જાયો હતો.

error: Content is protected !!