વેરાવળમાં બે લખાની કડક ઉઘરાણીથી ટેન્શનમાં આવી જતા ઉંઘની ગોળી ખાતા સારવાર હેઠળ : ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ

0

વેરાવળમાં ભાગીદારી પેઢીથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ભાગીદારો પૈકી એક ભાગીદારની પાસે બે લાખ રૂપીયાની કડક ઉઘરાણી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ટેન્શનમાં આવી જઇ ભાગીદારે ઉંઘની વધુ પડતી ગોળીઓ ખાઇ જતા હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે. આ બનાવ અંગે પોલીસે છ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ વેરાવળમાં ૮૦ ફુટ રોડ ઉપર વર્ધમાન કોલોનીમાં રહેતા ઇકબાલ અબ્દુલસતાર સુમરા(ઉ.વ.૪૫) અગાઉ એકતા રોડ લાઇન્સ ના નામથી પાંચ ભાગીદારો વેપાર કરતા હોય જેની ઓફીસમાં રહેલા સહી કરેલા કોરા ચેકો લઇ તેમાં મોટી રકમ ભરી બેંકમાંથી રીર્ટન કરાવી કોર્ટમાં ફરીયાદ કરેલ હોય જે મનદુઃખમાં ભાગીદારો ઘરે આવી રૂપીયા બે લાખ નહીં આપ તો તને જીવવા નહીં દઇએ તેમ કહી ધમકી આપેલ ત્યારબાદ ત્રીવેદીના કાંટા પાસે મોટર સાયકલ રોકાવી બે લાખ રૂપીયા તારે દેવાના છે તે હજી આપેલ નથી તેમ કહી છરી બતાવી પૈસા આપી દેજે બાકી ગરદન કાપી નાખીશ તેમ કહેતા ડરી જઇ કંટાળી ૨૮ જેટલી ઉંઘની ગોળીઓ ઇકબાલ અબ્દુલસતાર સુમરા ખાઇ જતા બેભાન હાલતમાં હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ જયાં (૧) યુનુસ સીદી ગઢીયા (૨) હારૂન નુર કાલવાત (૩) સુલેમાન નુરમહમદ ગઢીયા રહે.પ્રભાસ પાટણ તથા (૪) જુમા હાજી લાખા (૫) આરીફ હાજી લાખા (૬) ઇકબાલ હાજી લાખા રહે.જહદકા, તા.માળીયા હાટીના વાળા સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૫૦૪, ૩૪૧, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હે.કો. રાજેશભાઇ ચોપડાએ હાથ ધરેલ છે.

error: Content is protected !!