Monday, September 25

તાલાલા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગામડાઓમાં દરોડા ઃ રૂા.૨૦.૭૪ લાખની વીજચોરી પકડી પાડેલ છે

0

જૂનાગઢ વિજ કચેરીના અધીક્ષક ઈજનેર બી ડી પરમાર તથા વેરાવળ કચેરીના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જે જે કાચા ના માર્ગદર્શન હેઠળ જીલ્લાના ઈજનેરોની ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન સતત ત્રીજા દીવસે કરેલ જેમાં તાલાલા, પ્રભાસ પાટણ, જી.આઇ.ડી.સી. તેમજ પ્રાંચી પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફના બંદોબસ્ત હેઠળ ૩૦ જેટલી ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવેલ જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૧૭૦ જેટલા વીજજાેડાણો ચકાસવામાં આવેલ જે પૈકી ૮૦ વીજ જાેડાણોમાં જુદા-જુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં રૂા.૨૦.૭૪ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં છે.

error: Content is protected !!