માણાવદરમાં વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી અને ત્રાસને પગલે કંટાળી યુવાને ઝેરી દવા પી જવાના બનાવમાં બે સામે પોલીસ ફરિયાદ

0

માણાવદર ખાતે બનેલા એક બનાવમાં વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી તેમજ ત્રાસના કારણે કંટાળી જઈ યુવાને ઝેરી દવા પી જવાના બનાવમાં ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવને પગલે સારી એવી ચકચાર જાગી ઉઠી છે. દરમ્યાન માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, માણાવદર ખાતે રહેતા દિનેશભાઈ પરષોતમભાઈ ગુરબાણી(ઉ.વ.પ૮)એ દિલાવર ઉર્ફે કારો ઉર્ફે ગામેતી અસલમ રહે.સરદારગઢપરા, માણાવદર તેમજ કરશનભાઈ ઉર્ફે લંગી ઉર્ફે પીઠીયા આહીર રહે.મટીયાણા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓ પાસેથી ફરિયાદીના દિકરા સંદીપે વ્યાજેથી લીધેલ રૂપીયા અંગે વ્યાજ સહિત નાણાં ચુકવી આપેલ તેમ છતાં આરોપીઓ દ્વારા અવાર-નવાર ફરિયાદીની દુકાને આવી તથા ફોન ઉપર ફરિયાદીના દિકરા પાસેથી બળજબરીથી નાણાં કઢાવી લેવા માટે મારી નાખવાની ધમકી આપી અને વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપી હેરાન પરેશાન કરી અને ફરિયાદીના દિકરાને મરવા માટે મજબુર કરી નાખતા આરોપીઓના ત્રાસથી કંટાળી જઈ અને સંદીપે પોતાની મેળે ઝેરી ટીકડા ખાઈ જીવનનો અંત આણી લીધો હોવાની ફરિયાદ મૃતકના પિતાએ આરોપીઓ વિરૂધ્ધ નોંધાવતા માણાવદર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી અને વધુ તપાસ પીએસઆઈ કે.બી. લાલકા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!