Monday, September 25

તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી.ની ચૂંટણીમાં કોંગ્રેસના પીઢ અગ્રણી તેમજ સહકારી ક્ષેત્રના મહારથી કિશોરભાઈ હદવાણીની પેનલનો ભવ્ય વિજય

0

જૂનાગઢ તાલુકાની અગ્રગણ્ય સહકારી સંસ્થા એટલે કે જૂનાગઢ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી.ની બોર્ડ ઓફ ડિરેકટરની મુદ્દત પુર્ણ થતા ચૂંટણીની કાર્યવાહી મામલતદાર(ગ્રામ્ય) જૂનાગઢના નેજા હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ તેમજ કોંગ્રેસના પીઢ અગ્રણી અને સહકારી ક્ષેત્રના મહારથી કિશોરભાઈ હદવાણી પ્રેરીત છ સભ્યની પેનલ તથા અન્ય ચાર એમ કુલ દસ ફોર્મ ભરાયેલા હતા અને ફોર્મ ખેંચવાની અંતિમ તારીખે ત્રણ ફોર્મ જેમાં નંદલાલભાઈ પોશીયા, ધીરૂભાઈ ઠુંમર તેમજ પ્રવિણભાઈ પટોળીયાએ પરત ખેંચી લેતા સાત સભ્યોના બોર્ડમાં જયસુખભાઈ વી. ડાવરીયા, હર્ષદભાઈ આર. ફળદુ, રણછોડભાઈ એન. ઠેસીયા, કિશોરભાઈ જી. હદવાણી, રાજેશભાઈ એલ. ભાદરકા, કચરાભાઈ ડી. સુવાગીયા, પ્રવિણભાઈ એમ. લુણાગરીયા બિનહરીફ ચુંટાયેલા જાહેર થતા ચુંટાયેલા સભ્યોને સહકારી આગેવાનો તેમજ શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!