મોટા આસોટા ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી, યુવાનની નિર્માણ હત્યા : સાત શખ્સો સામે ફરિયાદ

0

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે પ્રેમ લગ્નનો ખ્યાલ રાખી એક પરિવારના બે ભાઈઓ ઉપર આ જ વિસ્તારમાં રહેતા સાત શખ્સોએ ધારિયું, લોખંડના પાઇપ ધોકા તથા પથ્થર વડે પ્રાણઘાતક હુમલો કરતા એક યુવાનનું કરૂણ મૃત્યું નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા ગઢવી ડાવાભાઈ રણમલભાઈ સંધીયા (ઉ.વ. ૪૭) તથા નાગાજણભાઈ રણમલભાઈ સંધીયા નામના બે ભાઈઓના પરિવારજનો યુવાનો દ્વારા આજથી આશરે દોઢેક વર્ષ પૂર્વે આ જ વિસ્તારમાં રહેતા હરદાસભાઈ રાયદે ગઢવીના પરિવારની પરિવારની યુવતીઓ સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હોવાથી આ બાબતે છેલ્લા ઘણા સમયથી જાેગાણી તથા સંધીયા પરિવાર વચ્ચે મનદુઃખ ચાલ્યું આવતું હતું. આ દરમિયાન રવિવારે રાત્રિના સમયે મોટા આસોટા ગામના ભોલા વરજાંગ જાેગાણી, કારૂ વારજાંગ જાેગાણી, જીવા ભીખા જાેગાણી, જગુ ભીખા જાેગાણી, કુંભા વીરા જાેગાણી, દેવીયા કુંભા જાેગાણી અને પોલા કુંભા જાેગાણી નામના સાત શખ્સો લોખંડના પાઇપ, ધારીયા, લાકડીના ધોકા તથા પથ્થર જેવા હથિયારો સાથે ધસી આવી, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને સામાન ઇરાદો પાડવાના ઇરાદે નાગાજણભાઈ રણમલભાઈની વાડીએ ઘસી આવ્યા હતા અને આ સ્થળે રહેલા ડાવાભાઈ રણમલ સંધીયા અને નાગાજણભાઈ રણમાલભાઈ સંધીયા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘાતક હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ડાવાભાઈનું કરૂણ મૃત્યું નીપજ્યું હતું. જ્યારે નાગાજણભાઈને વધુ સારવાર અર્થે જામનગરથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બનતા અહીંના ઇન્ચાર્જ એસ.પી. એમ.એમ. પરમારની સુચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સ્થાનિક પીએસઆઈ તથા સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી વ્યવસ્થા કરી હતી. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના ભત્રીજા નગાભાઈ ખેરાજભાઈ રણમલભાઈ સંધીયા(ઉ.વ. ૨૮) ની ફરિયાદ ઉપરથી સાતેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૫, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!