જય જલિયાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હરિદ્વાર ખાતે ગંગાઘાટ ઉપર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

0

જય જલિયાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકા દ્વારા હરિદ્વાર ગંગાઘાટ ઉપર ભવ્ય શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા-૧-૧૦-૨૦૨૩થી ૭-૧૦-૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ છે. જેમાં દ્વારકાના ભાગવત કથાકાર ચેતનભાઈ સાતા વ્યાસપીઠ ઉપર બિરાજી કથાનું રસપાન કરાવશે. હરિદ્વાર ગંગાધાટ યાત્રા પ્રવાસ તા.૨૯-૯-૨૦૨૩થી ૯-૧૦-૨૦૨૩ સુધીનો રહેશે. જેના ફોર્મ ભરવાની શરૂઆત તા.૨૧-૨-૨૦૨૩ અને ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૫-૫-૨૦૨૩ છે. ફોર્મ ભરવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય જેથી ભાગવત સપ્તાહના ધર્મોત્સવનો લાભ લેવા તથા યાત્રા પ્રવાસમાં જાેડાવવા ઈચ્છુક રઘુવંશી ભાઈ-બહેનોએ વહેલાં તે પહેલાંના ધોરણે ફોર્મ મેળવી લેવા વધુ માહિતી માટે જય જલિયાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકાના કે.જી. હિન્ડોચા મો.૯૭૨૫૦૨૯૮૪૧ સંપર્ક કરવો.

error: Content is protected !!