Sunday, September 24

રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે ૫ લાખ ક્વિન્ટલથી વધુ ચણા અને ૩ હજાર ક્વિન્ટલ રાયડા ખરીદાયા

0

ગોંડલ તાલુકામાંથી સૌથી વધુ ચણા, રાજકોટ તાલુકા સૌથી વધુ રાયડાની ખરીદી

હાલ રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લાના ૩૧,૨૦૯ ખેડૂતો પાસેથી ૫ લાખ ૭૯ હજાર ૧૪૨ ક્વિન્ટલથી વધુ ચણા અને ૧૫૧ ખેડૂતો પાસેથી ૩૪૩૨ ક્વિન્ટલથી વધુના રાયડાની ખરીદી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગોંડલ તાલુકાના ૮,૮૨૩ ખેડૂતો પાસેથી ૧,૬૫,૫૬૧ ક્વિન્ટલ ચણા અને રાજકોટ તાલુકાના ૧૨૮ ખેડૂતો પાસેથી ૨,૯૯૪ ક્વિન્ટલ રાયડો ખરીદવામાં આવ્યા છે. સતત ખરાબ હવામાન અને માવઠાની આગાહીને પગલે કૃષિ જણસીને સુરક્ષિત રાખી શકાય તે અનુસંધાને ટેકાના ભાવની ખરીદી માટે રોજ ૫૦ જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર અને જામકંડોરણા તાલુકાઓમાં હજુ ખરીદી ચાલુ છે, આ સિવાયના અન્ય તાલુકાઓમાં ટેકાના ભાવની ખરીદી પૂર્ણ કરવામાં આવી છે. જણસીને સુરક્ષિત રાખી શકાય તે માટે કમોસમી વરસાદની આગાહીને પગલે હાલ ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયાને અટકાવવામાં આવી છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક સોજીત્રાએ જણાવ્યું હતું.

error: Content is protected !!