અંધશ્રદ્ધાળુ સાસરિયાંના ત્રાસમાંથી પીડિતાને મુક્ત કરાવતી ૧૮૧ અભયમ ટીમ

0

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની મદદ માટે સતત ૨૪ કલાક કાર્યરત છે. આવા જ એક કિસ્સામાં પીડિતની વ્હારે આવતી અભયમ ટીમને રાજકોટની પીડીતાની માતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનને સંપર્ક સાધ્યો હતો. ત્યારે અભયમની ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, કોન્સ્ટેબલ સંગીતાબેન પંડ્યા અને ડ્રાઈવર ભવદીપભાઈ વાઘેલા સહિત પીડિતાની મદદે સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અભયમ ટીમ દ્વારા પીડિતાના સાસરીયાનું કાઉન્સેલિંગ કરતા જણાયું હતું કે, પીડિતાના સાસરિયાં દ્વારા પીડિતાને ઘરમાં શારીરિક અને માનસિક કરીને ત્રાસ ગુજારવામાં આવતો હતો. ઘરેલુ હિંસાનું મુખ્ય કારણ અંધશ્રદ્ધા હતી. પીડિતાને પિયર જવા માટે સાસરિયા પક્ષ દ્વારા માતાજીની રજા વગર પિયર ન જવાઈ, ભુવા દાણા જેવી અંધશ્રધ્ધા સાથે પીડિતાને ઘરમાં બાંધી દેતા હતા. અભયમ ટીમે પીડિતાને પોતાની પાસે બોલાવતા જ પીડિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. તેણીએ જણાવ્યું હતું કે, લગ્નને દસ વર્ષ થયા છે. સંતાનમાં બે પુત્રો છે. સાસરિયા પક્ષ શારીરિક – માનસિક ત્રાસની સાથે પિયર જવાનું કહીએ તો સસરા નાક કાપી નાખશે તેવી ધમકીઓ આપીને ડરાવે છે. પતિએ પણ ખાટલે બાંધીને મારકૂટ કરી હતી. સાસુ અને નણંદ પણ મેણા મારીને માનસિક ત્રાસ ગુજારે છે. ઘર અને વાડીનું કામ કરતી હોવા છતાં અપશબ્દો, માવતર ઉપર ખોટા આરોપો લગાવીને મને હેરાન કરી રહ્યા છે. સમગ્ર ઘટના જાણ્યા બાદ પીડિતાએ અભયમ ટીમને જણાવ્યું હતું કે તેણી સાસરિયામાં રહેવા માંગતી નથી. આથી અભયમ ટીમે પીડિતાને તેમના પિયરના સભ્યોને સોંપીને અંધશ્રધ્ધાળુ સાસરિયાના ત્રાસમાંથી છોડાવી હતી.

error: Content is protected !!